Gujarati Quote in Poem by Heenu Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડું પોસાય...

તું પાસે આવીને બેસે તો કંઈક વાત થાય
આમ પળમાં રિસાઈ જાય તો થોડું પોસાય

માન્યું મારાથી પણ કદી ભૂલ થઇ જાય
એમાં તું મોં ફેરવી લે તે થોડું પોસાય

તું રૂઠે તો હું મનાવવા માટે તૈયાર છું
પણ તું માનવા જ તૈયાર ના થાય એ થોડું પોસાય

મારી સૌથી મોટી કમજોરી તો 'તું' છે
છતાં તું જ તેનો ફાયદો ઉઠાવી જાય એ થોડું પોસાય

માન્યું કે તારી અપેક્ષાઓ પર હું જરા ઊણો ઊતર્યો
પણ તું સાવ નાખી દેવા જેવો માણસ સમજે એ થોડું પોસાય

-હીના પટેલ

Gujarati Poem by Heenu Patel : 111562810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now