Gujarati Quote in Whatsapp-Status by Atit Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સન્ડે અને સિનેમા

હજુ ગયા વર્ષે જ તો બેઠો તો થિયેટર માં
એમ કાંઈ સિનેમા તો જોવાતા હોય ઘરમાં!!

જતાં આપડે બાઇક પર પહેરીને લેધર નું જેકેટ,
એક હાથ માં રહેતી પેપ્સી ને બીજામાં પોપકોનૅ નું પેકેટ,
સવારે ભક્તિ , બપોરે બોસ , રાત્રે ફિલ્મી કીરદાર હતાં!
સ્વિગી ના આશિક અને ' બૂક માય શો ' ના વફાદાર હતાં!!

અને હવે તો સીટ C- 15 માં કરોળિયો, ઊંધો લટકે છે
ને રેસ્ટ રૂમ નાં અરીસા સામે ઉંદર મામા ભટકે છે
ને સ્ક્રીન સામેના દરવાજે, કોયલે બાંધ્યો માળો છે,
અને સફેદ ઊંચી એ દીવાલ નો હવે રંગ પણ કાળો છે!

સલ્લુ હોય કે, હોય અજય, જાણે સન્નાટો છવાયો છે,
જાણે કુદરત નો અભિનય માનવ કરતાં સવાયો છે!!
હજુ ગયા વર્ષે જ તો બેઠો તો થિયેટર માં
એમ કાંઈ સિનેમા તો જોવાતા હોય ઘરમાં!!
-Atit Shah

Gujarati Whatsapp-Status by Atit Shah : 111562780
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now