હા...બધું જ બરાબર છે..તબિયત પણ સારી છે..
હા..દૂર-દૂરથી વાતો કરીએ..
ચિંતા તો ક્યાં આવડે છે કરતાં...
તું છો ને એટલે બસ બાકી બધાં કરતાં...
દૂર-દૂરથી વાતો કરીએ..
આજે..કાલે..શું..શું થયું... એ ન કહું તો પણ.. આંખો જોઇશ એટલે સમજી જઈશ ને..
પણ દૂર-દૂરથી વાતકરીએ.. શબ્દો મળતાં નથી... કવિતાઓ...તો પારેવાની જેમ ઊડી-ઊડીને તારા નામનાં જાણે હીરાઓ લઇ આવે છે.
અને હું એ ખજાનો બસ.. મન ભરીને માણું છું.
જો કે મન ભરાતું નથી હો!..
બસ.. દૂર-દૂરથી વાતો કરીએ..
આપણી વાતો પણ આપણાં જેવી.. જન્મોજનમનું કાંઇ બાકી હોય એમ..
દૂર-દૂર થી વાતો કરીએ.
આવ..યાદોને નજીક લાઇ આવીએ...
ફરી સપનાની એ દુનિયામાં હસીએ,અને ઘણું બધું રડીએ..
કારણ? આંસુ જ મોંઘા છે..હસી તો કોઈપણ દે છે. અને આ અનમોલ મોતી પણ તારા સજ માટે છતાં.. કેમ તારી પાસે...રડવું આવતું જ નહીં હોય?!!
તો પણ ચાલને...દૂર-દૂર થી વાતો કરીએ.
તને ખબર છે...મને પણ ખબર છે...
તો પણ શું??
બસ...દૂર-દૂરથી જ વાતો કરીએ.