સવાર સવારમાં વિનીતા ના ફોનની રીંગ વાગે છે કોઈ અજાણ્યો જ નંબર હોય છે વિનીતા ફોન ઉપાડે છે અને સામે પક્ષે કોઇ એબીસી કંપની માંથી અભય કરીને એક છોકરો વાત કરે છે,
વિનીત:- હલો!
અભય:- હાલો ગુડ મોર્નિંગ મેડમ!હું એબીસી કંપની માંથી બોલું છું મારું નામ અભય છે તમને જાણીને ખૂબ આનંદ થશે કે તમારો નંબર અમારા લકી ડ્રોના વિજેતા માં લાગ્યો છે.તમે અમારા લકી ડ્રો ના વિજેતા થયા છો.અને તમને અમારી કંપની તરફથી 25 હજારનું ઇનામ આપવામાં આવે છે, તમને ખૂબ ખૂબ અભિનંદન મેડમ..
વિનીત:-અરે વાહ!શું વાત કરો છો? તમારો ખુબ ખુબ આભાર ભાઈ પણ મારે મારું ઈનામ લેવા માટે ક્યાં આવવું પડશે?
અભય:-અરે ના ના મેડમ! તમારે ક્યાંય આવવાની જરૂર નથી. અમે ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું.બસ તમારે તમારા એકાઉન્ટની થોડી details, તમારા બેન્ક એકાઉન્ટ નંબર થોડા ઘણા આઈડી પ્રુફ હું જે નંબર આપું એ નંબર ઉપર whatsapp કરવા પડશે.બસ પછી તમને તરત જ તમારા પૈસા મળી જશે..
વિનીત:- ઓહ!અરે ભાઈ પણ મારે તો કોઈ બેન્ક એકાઉન્ટ છે જ નહીં તમે કહો તો હું અને મારા પતિ રૂબરૂ આવી ને પૈસા લઈ જઈએ..
બસ આટલું સાંભળતા જ સામે પક્ષે ફોન કટ કરી દીધો..
વિનીતા સમજી ગઈ હતી કે આ કોઈ ઠગ નો જ ફોન હતો એમ કોઈ અત્યારના જમાનામાં 25000 બેઠા-બેઠા આપતું હશે. આવા ફોન કોલ્સ #વિશ્વસનીય પાત્ર હોતા જ નથી એકવાર તમારી બધી ડીટેલ્સ હાથમાં આવી જાય પછી એ તમારા બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખે છે
અત્યારે મોબાઇલનો જેટલો સદ્દઉપયોગ થાય છે તેનાથી વધુ દુરુપયોગ પણ થાય છે આવા લોકો ભલા ભોળા માણસ ને વિશ્વાસમાં લઈને બેવકૂફ બનાવીને એની બધી સંપત્તિ લૂંટી જાય છે આવા ફોન કોલ્સ જરાય વિશ્વસનીય હોતા જ નથી....Mn ❤️
#વિશ્વસનીય