વિશ્વસનીય છે તારી યાદો ના વંટોળ,
એટલે તો મારા હ્ર્દયમાં સાચવી રાખું છું..!
વિશ્વસનીય છે તારો પ્રેમ અપાર મારા પર,
એટલે તો તને મારા દિલમાં સમાવી બેઠો છું..!
વિશ્વસનીય છે તારા પ્રેમભર્યા શબ્દો,
એટલે તો દરેક શબ્દ ને સન્માન આપુ છું..!
વિશ્વસનીય છે તારો મારા પર અમૂલ્ય વિશ્વાસ,
એટલે તો તારા વિશ્વાસ ને ઈશ્વર ની સોગાત માનું છું..!
વિશ્વસનીય છે તારો મને સાથ આપવો,
એટલે તો તને જીવનસાથી બનાવવા માંગુ છું.!
જીત ગજ્જર
#વિશ્વસનીય