#વિશ્વસનીય
ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....
છેતર પિંડી નો જમાનો હવે વધ્યો
લોકો નો સંબંધો માં વિશ્વાસ હવે ઉઠ્યો
'ને કાળા દાવા 'ને દાવ પેચ ની રમત ચાલતી થઇ
હા, ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....
લાલચ 'ને પૈસા નું વર્ચસ્વ એમ તો થયું બિરાજમાન
કે પોતાના પણ પારકા થતા ગયા
'ને સંબંધો ની દોર હવે તૂટતી જ જતી ગઈ
હા, ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....
લાગણીઓ 'ને સ્નેહ ક્યાંક એમ ગાયબ થઇ ગયા
જાણે સ્વાર્થ નું આધિપત્ય શિખરે પહોંચ્યું હોય
'ને દિવસે 'ને દિવસે માણસ કૈક વધારે જ ખોખલો થતો ગયો
હા, ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....
-પર્લ મહેતા