તરી જવાનું...
રોજ સવારે ઝાકળ બનીને ખરી જવાનું.
નવો અવતાર લેવાનો પછી મરી જવાનું.
એક હાથ કામ કરે ને બીજા ને ખબર નૈ,
યાદ કરે યુગો સુધી એ કામ કરી જવાનું.
નામ એનુંજ સદાયે લેવાનું હરદમ હરિનું,
નિજ નામ લઈ તન મન થી ઠરી જવાનું.
જો પામી ગયા ખુદ ને ખુદ શામિલ થઈ,
સમર્પિત કરીને જીવન વરને વરી જવાનું.
શરણે થઈ જઈને શાન્ત થઈ જવાનું છે,
જીવન યાત્રા જીવણ શરણ ધરી જવાનું.
આ ભવ મળ્યો આવતા ભવની વાત છે,
પુણ્ય કર્મ કરી ભવનું ભાથું ભરી જવાનું.
શુષ્ક"લગન હતી મીરા નરસિંહમહેતાની,
મળ્યું પ્રભનું નામ જનમારો તરી જવાનું.