પિતૃ ની વ્યથા..
અર્ચનાની રચના..(2012)
કા...કા...કરતાં પૌત્ર મારો છાપરે ચઢી ગયો.🦅
શ્રાદ્ધપક્ષ માં વાસ નાખવા તત્પર બની ગયો.🍲🍛
પરમપૂજ્ય હું હતો દાદા એનો...કાગડો બની ગયો ?🦅
પિતૃપક્ષ માં જ એને યાદ આવ્યું કે પિતૃ ભૂખ્યો થયો?
કા...કા...કરતાં પૌત્ર મારો છાપરે ચઢી ગયો.
સારી જીંદગી હું શ્વેત વસ્ત્ર ધારણ કરી ફર્યો.🥼👓
મર્યા પછી હું કાળો કાગડો શાને બની ગયો ?🦅
ખૂબ કમાયું, ખૂબ દીધું, મેં ચાંદી ની થાળ માં જમાડ્યા.
પૌત્રે મારા કા..કા...કરીને ખીર--પૂરી છાપરે ઉડાડયા.🍛
સદગત, કહીને શ્રદ્ધાંજલિ દઈ સાદડી મારી મનાવી.💐💐 હાર ચઢાવ્યા સુખડ ના ને, ફ્રેમ મારી છે મઢાવી.☄
ફૂલ ગયું ને ફોરમ રહી એમ છાપે નોટ છપાવી.💐💐
પણ ઝાડ ગયું ને જગ્યા થઈ એમ મનમાં ખુશી જતાવી.🌳
બે મહિના માં શોક આટોપી લાડુ સહુ ને જમાડી.🍨
લીલી વાડી એ મૂકીને ગયા કહી દિવાળી ખૂબ મનાવી.
થોડી મુશ્કેલી આવી,એણે જ્યોતિષને બોલાવ્યો.
વગર વિચાર્યે જ્યોતિષીએ પિતૃદોષ બતાવ્યો.😭
પ્રાણ થી એ પ્યારા પૌત્રો ને હું નડું છું એમ જતાવ્યો.😢
જીવતો હતો તોય નડ્યો ના હતો, હવે શાને દોષિત બનાવ્યો? 🤔
સિદ્ધપુર જઈ ને મારા નામે બ્રાહ્મણ જમાડી આવ્યો.
મન ને મનાવ્યું આજે એણે પિતૃદોષ હટી ગયો.
છાપરે આવી કાગડો જ્યારે ખીર--પૂરી જમી ગયો.🦅
કાગડો કેવો કા...કા...કરતાં જમી ને ઉડી ગયો....🦅🦅