'આરામ" માત્ર શરીરનો નથી જોઈતો મારે,
થાક માનસિક પણ લાગે છે.
પીડા માત્ર શરીરની નથી,
આઘાત લાગણીઓના પણ લાગે છે.
છોડવી માત્ર જવાબદારી નથી.
ભાર સંબંધોના પણ લાગે છે.
દયા ખાઈને એક બાજુ ના બેસાડો.
દમ હોય તો ખભેથી ખભા મિલાવો.
હા, જોઈએ છે મને આરામ,
માત્ર જવાબદારીની "એકલતામાંથી" છોડાવો..
એ જ મારો સાચો "આરામ" છે.
#આરામ