Gujarati Quote in Thank You by HINA DASA

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુ કઈક સળવળે છે ભીતર,

સાવ નથી બની જવાતું પથ્થર,

આ બાળકોની જ તો બદોલત,

ટીચલ... એટલું સાંભળી એમનું થઈ જવાય છે,

વિપરીત પરિસ્થિતિમાં એટલે જ તો સબળ રહેવાય છે..


This is first time ever when Teacher's day come without student in school, we really miss our all ખતરનાક students....


શબ્દનો મોહતાજ ક્યારેય ખરો શિક્ષક હોતો નથી,

અપવાદ હાંસિયામાં છોડી દઈએ થોડા,

તો, શિક્ષક વિના કાળો અક્ષર સુવર્ણ થઈ ઉભરતો નથી..


Happy Teacher's Day.....


      શિક્ષક તરીકે આમ તો થોડું વ્યથિત થઈ જવાય છે આ પરિસ્થિતિમાં, કારણ કે બાળકોને ઘણું નુકશાન થતું જોઈ રહી છું.. આંખોમાં કેટલીય આશા સાથે આવતા બાળકો અત્યારે બહુ યાદ આવે છે, સ્કૂલ સાવ જ વેરાન, નીરસ ને નિષ્પ્રાણ લાગે છે, વર્ગખંડો ખોલીએ ત્યારે એ કિલકારીઓ નહિ પણ દરવાજાનો કિચુડ કિચુડ રડવાનો અવાજ સંભળાય છે. આજે સમજાય છે કે એ જેને તોફાન કહેતા એ જ તો ખરેખર શાળાના પ્રાણજીવન છે. એ નિર્દોષતા ને એ બધું જ તમને સોંપી દેવાની એમની નિખાલસતા જીવનને નવું જોમ આપી જાય છે, ગુણવંત શાહ કહે છે કે, "જે દિવસે શિક્ષક હસી ન શકે એ દિવસે એને cl મૂકી દેવી.." પણ મને લાગે છે કે હસ્યા વગર બાળકો સામે રહી જ ન શકો, તમે પગ મુકો ત્યાં તો કેટલીય વાતો લઈ તમારી સામે ઊભા રહી જાય. પથ્થર બની ગયેલા સમાજ વચ્ચે તમે ખરેખર જીવતા છો એવો અનુભવ તમને બાળકો જ કરાવે છે... 


વિપરીત પરિસ્થિતિમાં પણ આ બાળકો કેટલું હસી જાણે છે, બધી જ સમસ્યા એક સાથે ઉડાડી નાખે, તમે એમને નથી શીખવતા પણ એ તમને ઘણું શીખવી જાય છે. આજે ખાલી ઓરડા ખરેખર એમની કિંમત બતાવી જાય છે. વિદ્યાર્થી વગર શિક્ષક ખરેખર કશું જ નથી... ઇશ્વરનો આભાર કે આમની સાથે જીવવાનો મોકો આપ્યો છે....


@hina dasa

Gujarati Thank You by HINA DASA : 111561335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now