"શું મૌસમ શું રંગ"
બદલે છે રંગ મૌસમ તેના મિઝાઝે મીઝાઝે, બદલે છે જીંદગી રંગ જનાઝે જનાઝે..! શું મૌસમ શું રંગ.
ઘડીક ની દોસ્તી ઘડીક ની યારી, શું યારી શું દોસ્તી, બદલે છે રંગ દોસ્તી, મૌસમ બદલ્યા પછી..! શું મૌસમ શું રંગ..!
દિલ નો દરવાજો કાયમ ખુલો હોય તો શું થયું, બદલે છે દિલ નો રંગ પણ પ્રેમ નો મૌસમ જોયા પછી..! શું મૌસમ શું રંગ..!
ખુલા આકાશ ના રંગો મૌસમ બદલે એમ બદલાયા કરે, અહીં તો માણસ રંગ બદલે છે, "સ્વયમભુ" મૌસમ બદલીને..! શું મૌસમ શું રંગ..!_
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"