હું વાસ્તવમાં કાંઈ નથી,રસ્તે પડેલો પથ્થર છું,
શ્રધ્ધા થી તેને પુંજો તો,પથ્થર માં પણ ઇશ્વર છું,
હું વાસ્તવમાં કાંઈ નથી ,પાનખર નો એક પાન છું
પાનખર ને જો સમજી શકે,તો પાનખર પછીની વસંત છું...
હું વાસ્તવમાં કાંઈ નથી અંધારી અમાસ ની રાત છું ,
અગિયારી બની નિહાળી શકે તો પૂનમનો ખિલેલો ચાંદ છું....
હું વાસ્તવમાં કાંઈ નથી એક ચાલતો મુસાફર છું
સાથ જો તુ આપી શકે ,તો જીવનભર નો સંગાથી છું....
#વૈરાગી ની ડાયરી માંથી