ક્યાંક છલકાય નદીઓ પાણી ની,
તો ક્યાંક કોઈ માત્ર એક બુંદ કાજ તરસે.
ક્યાંક સો વર્ષનો વરસાદ એક સામટો વરસે,
તો ક્યાંક કોઈ માત્ર એક બુંદ કાજ તરસે.
કોઈક હરખે રોજ લાખ ખુશીઓ જોઈ,
કોઈક કહે કે આ દુઃખ ના દાળા ક્યારે વળશે.?
ક્યાંક બંધાય પારણા બે એકસામટા
તો કોઈ બેચારું એક સંતાન કાજ તરસે.
મે કહ્યુ કે હે પ્રભુ ! આવો તે ભેદભાવ કેમ?
પ્રભુ કહે તું ધીરજ ધર તારા નસીબનું તનેય મળશે.