તું હસે એ મને બહુ ગમે,
તું વાતો કર તે મને બહુ ગમે,
તું જિદ્દ કરે તે મને બહુ ગમે,
તું વાયડી થા તે મને બહુ ગમે,
તું ભાવ ખાય તે મને બહુ ગમે,
તું મારામાં સમાય તે મને બહુ ગમે,
તું ટોક્યા કરે તે મને બહુ ગમે,
તું કઈક માંગે તે મને બહુ ગમે,
તું મારા સપના જુએ તે મને બહુ ગમે
તું રિસાઈ જાય તે મને બહુ ગમે,
તું ઝગડો કરે તે મને બહુ ગમે,
તું કહે હું તારી તે મને બહુ ગમે,
જીત ગજ્જર