જીવન થોડું ઝઘડા ઝાઝા મળવું મારે મોજી મોજીને
જીવનસાથીને નિમંત્ર્યા’તા જીવનમાં વીણી વીણીને
જીવનભર ગુન્હાની કબૂલાત કરી, જોખી જોખીને
ભટકેલી રાહથી પરત ફરવું'તુ એ ગતિ રોકી રોકીને
કાયામૃગ પર મોહી જવાતું સુંદર કાયા જોઈ જોઈને
નિહાળી મુજ વર્તન સ્વ પસ્તાવો છે ફકત રોઈ રોઈને
ઘળી અંતની નહિ આવે ક્યારે દરવાજો ઠોકી ઠોકીને
જીવવુંને જીરવવું જ સર્જન છે, કાવ્યો લખી લખીને.
#ઝઘડો