'છોડો' કહે ભલે કેટલાય,એમ કંઇ છોડાતું નથી.
જગતમાં આવીને, જગતથી જુદા રહેવાતું નથી.
વહાલા જ વાળવાના છે માટી દફનાવવા કબરમાં,
સ્વહસ્તે પોતાનાઓ જ મૂકવાના છે મને અગનમાં.
સત્ય આ કેટલીય વાર પ્રગટતું રહે છે આંખો સામે,
છતાં કેટલી ય કુરબાની થતી રહે છે વહાલના નામે!
-- વર્ષા શાહ
#છોડો