*શબ્દોની હરિફાઈ*
*પ્રકાર* :- _ગદ્ય વિભાગ_
ગદ્ય વિભાગ:- *પ્રેરણાદાયક લઘુ કથા*
તારીખ *_૦૨-- સપ્ટેમ્બર-- ૨૦૨૦_*
*શબ્દ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
. *_સર્જન વિસર્જન_*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
થયું જેમનું સર્જન,
થશે એમનું પણ વિસર્જન.
કર્મ ભાવથી માણસનું સર્જન થાય છે, કર્મ ભાવથી જ માણસના સબંધોનું સર્જન થાય છે, કર્મ ભાવથી જ માણસ કોઈ ઉચ્ચા પદને પ્રાપ્ત થાય છે અને કર્મથી જ માણસ સુખ અને દુઃખ પણ ભોગવે છે,
સર્જન સબંધના થાય છે તો વિસર્જન પણ થાય જ છે એમાં કોઈ ડરવાની કે પછી રડવાની કોઈ વાત નથી આવતી,
માણસ કોઈ વ્યક્તિના વિયોગથી કેમ રડે છે ?
કારણ કે લાગણી વિશ્વાસ અને કરેલી સાચી એની મદદ પણ એ વાતને જેમ માનીને ચાલો છો તો એક બીજી વાતને પણ આપણે માનીને આગળ વધવું જોઈએ તો ઘણા આવનાર દુઃખથી મુક્ત થઈ શકીએ,
*અનેક કાર્યોને સર્જન માટે દેવાયો જન્મ મારો*,
*કાર્યોના કર્મ પછી, લેવાશે વિસર્જનનો વારો મારો*.
*અનેક ભલે રહિયા સબંધો, એનું વિસર્જન પાક્કું*,
*મોહ માયાના ચક્કર પછી, અહીંયા ભગવાનનો દ્વાર સાચો*.
કોઈ વિસર્જનથી ડરી જાય છે કોઈ ખોટા વિચારો કરે છે પણ ભગવાનનું વિસર્જન થાય છે ગણપતિ દાદા ને જોઈલો, એમનું પણ વિસર્જન કરવામાં આવે છે, જે આપણને મળ્યું છે એ આપણું છે જ નહિ તો આ શોક શા માટે ?
આપણા જવા બાદ એને રાખવા વાળું આવી જવાનું તો વિસર્જન થી ડરવાનું શા માટે ?
આપણું વિસર્જન ભગવાન નક્કી કરે છે આપણા કર્મો નક્કી કરે છે,
કરેલા કર્મોનો ડર નથી, તો એના પરિણામથી ચિંતા શાની ?
*દુઃખી થયો, પડી ખબર કે થાય વિસર્જન મારું*,
ના ખબર, વિસર્જન પેલા કર્યું, ભગવાને નવું સર્જન.
પ્રભુના શરણે રહીયો નહિ, ચાટ્યા લોકોના દિલ !
*રે વિસર્જનથી ડરે શાને;?, જેને લોકોથી છે પ્રેમ*.
*કર્મ પર રાખો કાબૂ, કરો ભગવાન પર વિશ્વાસ*,
સર્જન વિસર્જનના ખોલશે માર્ગ, થોડી ન આવે આંચ.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD