Gujarati Quote in Poem by The Beast !!!!!

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના છોડો સીતા ને ,ઓ રામ
ના છોડો સીતા ને

સુખ સંપત્તિ વૈભવ ની છોળો
પાછળ છોડી આ સંસાર અનોખો
ખૂંદી વનવન ની કોતર ને
ખાધા એણે કંદમૂળ ને ફળો

વચન તમારું ,આદેશ માતા નો
ચડાવી મસ્તકે લેખ વિધાતા નો
રાજભવન ને આરામ છોડી
બની એ દાસી જે હતી રાણી

અપહરણ ને અગ્નિપરીક્ષા
અશોકવાટીકા કે હોય લંકા
શુધ્ધ હતી એ અને પવિત્ર
શુદ્ર ધોબી ના બોલે આવી શંકા

માતૃત્વ ના આ કપરા દિવસો
રઘુવંશ નો અંશ ઉદર માં
નિરર્થક શંકા ને આધારે
ના છોડો સીતા ને...ઓ રામ
ના છોડો સીતા ને..



#છોડો

Gujarati Poem by The Beast !!!!! : 111559897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now