Quotes by The Beast !!!!! in Bitesapp read free

The Beast !!!!!

The Beast !!!!!

@thebeast9385


ના છોડો સીતા ને ,ઓ રામ
ના છોડો સીતા ને

સુખ સંપત્તિ વૈભવ ની છોળો
પાછળ છોડી આ સંસાર અનોખો
ખૂંદી વનવન ની કોતર ને
ખાધા એણે કંદમૂળ ને ફળો

વચન તમારું ,આદેશ માતા નો
ચડાવી મસ્તકે લેખ વિધાતા નો
રાજભવન ને આરામ છોડી
બની એ દાસી જે હતી રાણી

અપહરણ ને અગ્નિપરીક્ષા
અશોકવાટીકા કે હોય લંકા
શુધ્ધ હતી એ અને પવિત્ર
શુદ્ર ધોબી ના બોલે આવી શંકા

માતૃત્વ ના આ કપરા દિવસો
રઘુવંશ નો અંશ ઉદર માં
નિરર્થક શંકા ને આધારે
ના છોડો સીતા ને...ઓ રામ
ના છોડો સીતા ને..



#છોડો

Read More

ઈચ્છાઓ ની કતાર માં અટવાયેલો માણસ
આ કે પેલું ના પ્રશ્નો માં ગૂંચવાયેલો માણસ

સંતોષ અને સમાધાન જ છે મોંઘેરી મૂડી
ધ્યાન થી સાંભળજો મંદિરો માં
પ્રભુ આ જ સમજાવતો, ઓ માણસ..

#કતાર

Read More

ના કોઈ દંભ ના દેખાડો
ચોતરફ ભક્તિ નો નજારો

ઉત્કૃષ્ટ છે આ સ્વાગત ના પ્રકારો
વિદાય ની ઘડી ઓ ગણાય
હવે માત્ર ક્ષણો નો સથવારો

ગણપતિ બાપ્પા મોરયા
પુઢચ્યા વર્ષી લવકર યા



#ઉત્કૃષ્ટ

Read More

ઉત્કૃષ્ટ છે આ વિસર્જન ની પ્રથા
નવસર્જન તણી પરિભાષા

માટીનો દેહ અંતે માટી માં જ વિલય
નિયમ છે એ કુદરત નો સદા
#ઉત્કૃષ્ટ

Read More