#છોડો
તારી પ્રીત ને પામવાના મોહ માં
દુનિયા થી નાતો મેં છોડી દીધો હતો...
પણ એ દુનિયા ના મોહ માં
તે મારો જ હાથ આજે છોડી દીધો છે...
તારી સાથે બે ઘડી ની ગુફ્તગુ માણવા
મારા નજીકી ઓ ને પણ મેં અવગણી લીધા હતા...
પણ મારા કરતા તને તેઓ વ્હાલા લાગ્યા
'ને તે મને જ અવગણી લીધી.....
તારી ચિંતા કરતા અવિરત
હું ખુદ નું અસ્તિત્વ ખોઈ બેઠી હતી...
પણ તારું અસ્તિત્વ મારા પર ઉભું કરવા
તે મને જ હંમેશા માટે ખોઈ દીધી....
-પર્લ મહેતા