#છોડો
લોકો કહે છે કે એ તમને છોડીને ગયા
તો છોડો એ જૂની વાતો ને, એમાં શુ રાખ્યું છે?
પરંતુ હું તો એમ કહું છું એમાં જ તો બધું રાખ્યું હતું.
કોઈક ની એ ટગર ટગર જોતી આંખો,
એક ઝલક માટે મરાયેલા એ આંટા ફેરા,
એ કારણ વિના એકબીજા સામું જોઈને આવતું સ્મિત,
અન્ય સાથે વાતો કરતા જોયને અકારણ કરાયેલો ગુસ્સો,
મોઢું ફુલાવતા તરત જ ગુસ્સો દૂર કરી બિચારા બનવાનો કિસ્સો,
કોઈ દ્વારા જાણતા અજાણતા નુકસાન થાય તો
વર્તન માં આવતું પરિવર્તન, એ ઊંચો થયેલો અવાજ
અને સાથે સાથે આંખો માં ઉભરી આવતી ચિંતા,
એ ચોકલેટ અને કુરકુરે ના છેલ્લા bite માટે ના ઝગડા,
પાયા વગર ની કલાકો સુધી ની વાતો,
ચા પીવા ના બહાને થતી એ મુલાકાતો,
અને હા ખાસ તો એ છેલ્લી મુલાકાત
જેમાં એના એવાજ માં નમી હતી,
કંઈક છૂટ્યા નું દુઃખ હતું,
ક્યારેય નહીં મળી શકવાનો અફસોસ હતો.
એટલે જ કહું છું લોકો ને કે તમે છોડો તમારી વાતો
કારણ કે હું નહિ છોડી શકું અમારી વાતો..
c. gamit