Gujarati Quote in Story by HETAL a Chauhan

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કતાર
-"ઓહો, ખૂબ લાંબી છે.નૈ!"
-"હા. જુઓ ને હું તો ત્રણ દિવસથી ઊભી છું. ખબર નૈ ક્યારે વારો આવશે? "
- "અરેરે, તો તો થાકી ગયા હશો! હું તો હમણાં જ આવી."(ખુશ થતાં)
-"પણ પૃથ્વી કરતાં સારું છે હો. તમને અહીં કોઈ હાથ ન અડાડી શકે. અહીં ચારેકોરથી સુરક્ષિત છીએ.( ઊંડો શ્વાસ લઈને) અને બીજી કોઈ બળતરા તો નૈ! એકદમ શાંતિ. "
- "તમે કંઈ રીતે આવ્યાં? "
- "હું (થોડું અચકાતા) મને....અઅઅ હું (એકદમ ઝડપથી અને ઝબકીને) મને જીવતી સળગાવી દેવામાં આવી હતી. "
થોડી શાંતિ પથરાઈ ગઈ. વાતાવરણ એકદમ ગંભીર બની ગયું. થોડા સમય પછી..
- "અને તું ? તું તો હજું ઘણી નાની છે. બીમાર હતી?"
- " ના , ના. "
-"તો ?"
- (રડતા અવાજે) " સ્કૂલ થી છુટીને પપ્પાની રાહ જોતી હતી. પપ્પા મને રોજ લેવા માટે આવે. ગઈકાલે પપ્પાને થોડું મોડું થઈ ગયું. તો હું ધીમે ધીમે પપ્પાના આવવાનાં રસ્તા પર ચાલવા લાગી કે અડધેથી પપ્પા મળી જાય તો છેક સુધી ધક્કો નહીં. ને પપ્પાને મેં આવતાં પણ જોયાં. હજુ અમે એકબીજા સુધી પહોંચીએ ત્યાં વચ્ચે જ...."
- "શું, તારું એક્સિડન્ટ થયું ગયું?"
- " ના. એક કારમાંથી કોઈ બે અજાણ્યા હાથ મને પકડવા લંબાયા. અને, અને મને કારમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મારો પગ લપસી જવાથી તે જ કારના ટાયર વચ્ચે હું ફસાતા જ .... આ કોઈ અકસ્માતની કતાર નહોતી હો. મારી હત્યા હતી. એ અજાણ્યા લોકોના બદ્ઇરાદાઓથી જ આજે હું તમારી કતારમાં ઉભી છું.
ઈશ્વરને ફરિયાદ કરવા જ મૃતકોની કતારમાં ઉભી છું "
- હેતલ ગોહિલ ચૌહાણ

Gujarati Story by HETAL a Chauhan : 111559195
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now