મને તારા 🌟🌟 માત્ર જોવા ગમે, પણ એણે તો આ તારાઓ માં એક અલગ દુનિયા વસાવી રાખી છે.
મને પહાડો પર વાતા ઠંડા પવનો ને બાથ ભરી બેસવું ગમે અને એ આ પવનો ને બને હાથ ખોલી ને માણે.
મને દરિયા કિનારે પાણી માં ચાલવું ગમે અને એ કિનારે બેઠો લહેરો ને જોયા કરે.
હું વહેતા ઝરણાં જેવી રમતીયાળ, રસ્તો મળે એમ વહેતી મારી લાગણીઓ અને એ શાંત સરોવર જેવો અંદર બધું ધરબીને બેઠો છે..
c. gamit