ધીરે ધીરે એવું કંઇક સમજાય છે કે,
સમય ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.
🍇
કરીએ દિલ ની વાતો એવા સ્વજનો,
ચુપ થતા જાય છે, ગુમ થતા જાય છે.
🍇
શ્વાસ થી યે નિકટ જે હતા હાલપયૅંત,
આંખ થી ધીમે ધીમે ઓઝલ થતા જાય છે.
🍇
ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ હોંશે હોંશે,
એ ઘરો તૂટતા ખૂટતા જાય છે.
🍇
કોણ જાણે કયો શ્રાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.
🍇
જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ બધા બંધ થતા દેખાય છે.
🍇
વડીલો કહે છે એ સાવ સાચું કે...
હવે,
સ્થાન હળવાશ ના ઓછા થતા જાય છે.