જન્મદ્દીન મુબારક
_____________
લખેલા શબ્દો ભૂસાય જાય છે અને ક્યારેક કાગળ ખોવાઈ જાય છે,
એટલે શબ્દો બધા આજ તારી પીગી બેંક માં મૂકી જાવ છું.
' હેમંત ' ને જન્મ દિવસ શુભેચ્છા આપતા એક દીપક પ્રગટાવી જાવ છું,
જીવન નો અંધકાર દૂર કરવા , તુજ હ્રુદય માં એક ચિનગારી ચાંપી જાવ છું.
રેખા સફળતા ની લાંબી કરવા ન બીજા ની ભૂંસવી પડે એવી સમજ માંગી લઉ છું,
મોટા બનવા માટે કદી ન નાનું બનવું પડે, એવી શક્તિ પ્રભુ પાસે માંગી લઉ છું.
સફળતા કદી ન મગજ માં રહેવા આવે એટલે હ્રુદય માં એક ખુરશી આપી જાવ છું,
અંતર ની ખુશ્બુ સદા અત્તર થી નીકળે એવી હું ' કવિરાજ ' મહેક માંગી લઉં છું.