બોરસદ જશુભાઈ ને આદરંજલી
________________________
દેહ બળે છે એમનો, એ પિતા કદી મરતા નથી,
દીકરા નાં છેલ્લા શ્વાસ સુધી ,પિતા જીવન થી અળગા થતાં નથી.
જીવનના તોફાની મહાસાગરમાં,ધગધગતા તેજ તાપ સાથે,
દીકરાનું ઘડતર કરવા,હ્રુદય નાં સ્નેહ ધબકાર ને દેખાડ્યો નથી.
બાળપણ માં આંગળી ઓ પકડી,આધાર એમણે કદી છોડ્યો નથી,
જુવાની માં ખભે વિશ્વાસ નો હાથ મૂકી,
' અલ્પેશ - મેહુલ ' ને દોડતો રોક્યો નથી.
ચાર ફેરા ફરી પકડ્યો હતો જે હાથ એ કદી છોડ્યો નથી,
' ચકુ - ઝાફરી ' ના સાગર નો કિનારો નાનો જોયો નથી.
જીવન ભર નું છત્ર બની ,કુટુંબ ને ઘસરકો પડવા દીધો નથી,
ભલે શ્વાસ બંધ થઈ ગયો,પણ વાત્સલ્ય દીપ બુઝાયો નથી.
જાગતાં જોઈ એ તો કલ્પના માં દેખાય છે, ઉંઘતા સપના માં દેખાય,
ફોટા ફ્રેમ મા રાખવા છતાં,જશુભાઈ નો ચહેરો હ્રુદય થી દૂર થતો નથી.