સરળ સૌમ્ય અને સુંદર,.
આ વાત છે એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વની.
રચનાઓ એમની એકથી એક ચડિયાતી..
ને વાર્તાઓ હૃદય સ્પર્શી જતી.
એકદમ સરળ ને મસ્ત મોજીલા
નવા લખનારાઓ માટે એવો બેસ્ટ માર્ગદર્શિકા
કોમેન્ટ આપી સહુને પ્રોત્સાહિત કરતા
જરૂર જણાતા સલાહ સૂચન કરતા..
બતાવી અમારી ભૂલો,,
અમારું બેસ્ટ આપવામાં મદદ કરતા..
માતૃભારતી પર સૌના લાડીલા..
મિત્રવર્તુળમાં પીઝા લવર તરીકે ઓળખાતા.
101% પોઝિટિવ વિચારક
દરેક પરિસ્થિતિમાં એવો હસતા રહેતા
ના જાણ હતી ના ઓળખાણ,,
શબ્દો થકીજ થઈ હતી અમારી પેહચાણ..
"દી" કહેવાનું અમને સૌભાગ્ય આપનારા..
મારા મતે,, ખૂબ સારા મિત્ર..
માર્ગદર્શક ને ફિલોસોફર..હા,..MB પર
એવો "શેફાલી શાહ" તરીકે ઓળખાનાર..
~યક્ષિતા પટેલ
#ઉત્કૃષ્ટ