'ચા'ને પણ વા'ચા' આપે!... એ મિત્ર.
આ મિત્રના સથવારે જ તો પેલી ચા,
વા'ચા' થી વાહ'ચા' બનતી હોય છે.
ચાની વાચાથી વાહ 'ચા' દરમિયાનની આ મુસાફરીમાં,
લેવાતાં ચાના સબડકા તથા તેની સાથોસાથ આકાર પામતો,
સંવાદ, હાસ્ય અને લાગણીનો ઉમળકો એટલે મિત્રતાનું અદ્દભૂત જીવનસંગીત.
આ સબડકાની સદાબહાર અવસ્થામાં
માણસ સૌથી વધુ ટટ્ટાર અને જીવનથી ભરપૂર હોવાનું અનુભવતો હોય છે.
એટલે જ મારે મન મિત્ર એટલે ' સંબંધોનો કીમિયાગર ' અને,
' મિત્રતા એટલે માંહ્યલાનું ટટ્ટારપણું ' ટકાવી રાખતો માદક પદાર્થ...'
- પંકિલ દેસાઈ