ઇશ્વર તારો ઉત્કૃષ્ટ છે અભિનય,
તું હોય અમારી ચારેકોર, તો પણ અદ્રશ્ય,
તારી બનાવેલી પ્રકૃતિ પર તું જ ગેરહાજર,
તુંજ અમારો અન્નદાતા પણ ના હોય ભોજન સમયે,
તુંજ અમારો પાલનહાર પણ ના હોય હમેંશા સાથ,
માયા લગાડી,આવરણ ચઢાવ્યા, માર્ગે વળ્યાં બીજે,
હમેંશા કવચ આપીને, ઉત્કૃષ્ટ અભિનયથી રહે સાથે.
#ઉત્કૃષ્ટ