મેહુલ ભટ્ટ લિખિત:
કેટલું સરળ છે સૌને ગમી જવું,
અનિચ્છાએ પણ સદા નમી જવું!
ખુદની વાતે વળી મમત શીદ?
ખોટું હોય તો પણ ખમી જવું!
માણસ છે , ગુસ્સો આવે તો ,
સહેજ તપી જવું, પછી શમી જવું!
સાચી હોવી જરૂરી નથી , હંમેશા,
લાગણીઓથી સહેજ રમી જવું !
તારા અભિપ્રાયના શા મોલ ?
બોલ્યા વગર બસ મલકી જવું!
સાવ હશે મામૂલી વાત એની,
તો'ય આશ્ચર્યથી ચમકી જવું !
ના ગમે કોઈ વાત, કઈ નહિ,
ધીરેક થી ત્યાંથી સરકી જવું !
બસ આવડી જાય જો આટલું,
સાવ સરળ છે, સૌને ગમી જવું !-