ક્યારેક ઝાપટાં ની જેમ જતો રહું છું
ક્યારેક શાંત પાણીની જેમ વહી જાઉં છું
હું સમય છું
ક્યારેક હું ખૂબ જ સારો લાગુ છું
ક્યારેક હું ખૂબ જ ખરાબ લાગું છું
હું સમય છું
મારી સાથે ચાલનારો આગળ નીકળી જાય છે
મારી અવગણના કરવા વાળો પાછળ રહી જાય છે
હું સમય છું
હું તમારી સવાર છું, હું તમારી સાંજ છું
પંખીઓનો કલરવ છું હું, હું પૂનમનો ચાંદ છું
હું સમય છું
હું દેખાતો નથી પણ હંમેશાં તમારી સાથે છું
તમારા સુખદુઃખ નો એક પડછાયો છું
તમારી જિંદગીનો એક મહત્વનો સાક્ષી છું
હું સમય છું.
- કેયુર શાહ