ગણિતનાં દાખલા બહુ ગણ્યા,
ચાલ હવે જીવનના દાખલા પર નજર આપીએ,
સુખનો સરવાળો અને દુ:ખની બાદબાકી કરીએ,
છેલ્લે જે આવે ટોટલ એનો સરખો હિસાબ કરીએ,
બધા સિધ્ધાંતો ગણિતનાં લાગુ પડે જીવન માં પણ,
ધ્યાન દઈને કરીએ તો ખોટો કયાંય મનુજ નાં પડે,
ભુલ પડે જો જીવન તણી ગણતરીમાં,
કરી લેજો પાયો ચોખ્ખો ભણતરનો,
દુનિયાદારી સમજાઈ જાશે,થઇ જાશે ઘડતર
બની જશે સંસાર પણ એક બહુ મજાનું ઘર.
#દાખલો