કુસુમ ના ગાલ આજે ફરીથી સૂજેલા હતા અને હાથપગ પર ઠેર ઠેર લાલ ચકામા ઉપસી આવ્યા હતા.
શરૂઆત ગઈકાલે ઓફિસમાં થઈ, પ્રમોશન અને પગારવધારો, ધરે પતિને ખુશખબર આપી તો સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો અને રાત થતા થતા તો ચારિત્ર્ય પર સવાલ કરી મારપિટ પણ કરી લીધી.
સવારે 8 વર્ષ ની નાનકડી દીકરીના સવાલે તેને વિચારતી કરી દીધી "મમ્મી બધી છોકરીઓ આમ માર ખાતી હોય તો લગન શું કરવા કરે છે, કે પછી માર ખાવો પણ રિવાજ છે? "
આખો દિવસ વિચાર કરી એક નિર્ણય પર આવી "પોતે પોતાનીજ દિકરી માટે ખોટો દાખલો નહીં બને "
સાંજ થતાં ઘરે આવી છૂટાછેડા માંગ્યા અને દિકરી ને સાથે લઇ ઘરનો ઉંબરો ઓળંગી લીધો.
આજે કુસુમ એક NGO માટે કામ કરી ના માત્ર પુત્રી પરંતુ સમાજ માટે પણ દાખલારૂપ ગણાય છે
#દાખલો