વિચાર-વહેવારના જે અહીં દાખલા ગણતો રહ્યો,
અનેક તાળા સાચા-ખોટા એમ એ મેળવતો ગયો.
જાદુગરી એ પાટી નીકળી અદ્રશ્ય સઘળું કરતી ગઈ,
પરમાત્માની હસતી આંખો શિશુખેલ એ જોતી રહી.
બિંદુમાંથી સર્જન જેનું કેટલી આકૃતિઓ રચતો રહ્યો,
પરિઘ પર રમતો,રમતો, એ કેન્દ્રબિંદુમાં ચાલ્યો ગયો.
-- વર્ષા શાહ
#દાખલો