અરે........! આતો લોકડાઉન નો જમાનો આવ્યો છે
દૂર હતા જે ઘરથી તેને ઘર જવાનો અવસર આવ્યો છે
પાસે હોવા છતાં દૂર હતા તેને પાસે અવાનો અવસર આવ્યો છે.
પિતા ના પ્રેમ ની જંખના પુરી કરવાનો સમય આવ્યો છે
ફરી પોતાના જીવનના બંધ ધબકારને ધબકવાનો સમય આવ્યો છે
માતા પિતાની સેવા કરવાનો સોનેરી અવસર આવ્યો છે
એજ રિમોટ સાથે ફરી ચેનલ બદલવાનો સમય આવ્યો છે
ફરી એજ સોફા પર બેસી ભાઇ સાથે વાત કરવાનો સમય આવ્યો છે
ભૂલી ગયેલ ચોપાટ, સાપસીડી, કેરમ, ઇસ્ટો, અંતકડી રમવાનો સમય આવ્યો છે
ફરી એજ ગલીના બધા મિત્રોને મળવાનો સમય આવ્યો છે
ફરી એકબીજા ની સાથે હળી મળી જીવન જીવવાનો સમય આવ્યો છે
અરે........! આતો લોકડાઉન નો જમાનો આવ્યો છે
(પાર્થ)