મારી દ્રષ્ટિએ તો જીવન એટલે ગતિ અને ગતિ એટલેજ જીવન
ક્ષણેક્ષણ જીવન વહેતુંજ રહે છે .આપણે કાર્યરત હોઇએ તોપણ અને ના હોઈએ તો પણ.
ક્યારેક લાગે કે જીવન બંધિયાર કૂવા જેવું થઈ ગયું છે પણ ત્યારે પણ જીંદગી આગળ તો વધતીજ હોય છે.
આપણી આસપાસની દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ મા આવતા બદલાવ આજે નહીં તો કાલે પણ આપણને અસર કરે જ છે અને અચાનક જીંદગીના પરિમાણ બદલાઇ જાય છે.
પૃથ્વી નિયત ગતિ અને નિયત કક્ષામાં થી પરિભ્રમણ કરે છે ત્યારે જ તો રાત અને દિવસ છે,વિવિધ રૂતુઆે છે.
જો આ ગતિ કે કક્ષામાં બદલાવ આવે તો!!!
બસ એવું જ કંઇક જીવનનુ પણ છે, નિયત ગતિ અને કક્ષા તો સરળ જીવન અને તેમાં બદલાવ અેટલે મુશ્કેલીઓ અને તણાવ. ક્યારેક જીવન ના બદલાવ ખૂબ સરસ પણ હોઈ શકે ને!!
પરતુ પૃથ્વી એકજ જગ્યાએ સ્થિર થઈ જાય તો????
બસ એટલે જ ""ગતિ એટલે જીવન અને જીવન એટલે ગતિ ""
ગતિ માં રહો પ્રગતિમાં રહો
#ગતિ