મોળા જીવનની હવે ખાટાઈ કરવી છે,
અધૂરી લાગણી ને હવે પૂરી કરવી છે.
વ્યથા મોટી હવે જવાન થઈ છે,
તેનું ક્યાંક હવે સગપણ કરવું છે.
કાજળ ભરી આંખમાં ડોકિયું કરવું છે,
મોન નગરને હવે બોલતું કરવું છે.
થંભી ગયેલું બધું , ગતિમાન કરવું છે,
બિડાણ ભરેલા હોઠ પર ચુંબક ભરવું છે.
#ગતિ