હું મર્યાદા રાખું મારી, ના કદી લાંગી શકું,
પ્યાર એનો છે કે નફરત ના કદી ભેદી શકું.
પ્રેમ પુષ્પો આપણાં જો શુષ્ક થાતાં જાય છે,
સાથ તારો હોય તો હું એમને રાખી શકું.
કેમ જો ને, એ રહે મારાં વિના પણ મોજથી?
કે વગર હું એમનાં તો ના કદી સોચી શકું!
કેમ છે એને મળે મારાં વિકલ્પો શાનથી?
એમનો ના એક પણ વિકલ્પ હું શોધી શકું!
છે ભરોસો એટલો કે થાય દિલની વાત સૌ,
ના ભરોસો એટલો કે એમને દેખી શકું!
જાણું છું કે રાખ તારી અક્ષ જો હો આ ઘડી,
ના કશું બદલી શકું, કે ના કશું લેખી શકું.
- અક્ષય ધામેચા