શબ્દોના ગાર બનાવી ચાકડે ચઢવ્યો છે,
જુવો મે તમન્નાઓનો ઘડો બનાવ્યો છે.
ઉમંગનાં રંગ ભરી ખૂબ સજાવ્યો છે,
લોહી કેરા પાણી મિલાવી રાતો બનાવ્યો છે.
તેમાં સાંજના સૂરજની સુરખી ભરી છે,
નિરાશા દૂર કરે તેવું અમૃત સંઘર્યું છે.
કોઈ કરમાયેલા ફૂલનું સ્મિત બનવું છે,
તેને પાનખરમાં પાણી પાવું ને ફરી ખીલવવું છે.
તૂટે ના ઘડો, મે રામ ના રખોપાં માંગ્યા છે,
આવજો કહી પરત ન ફરતા સ્વજન માંગ્યા છે.
નિયતિના ગતિ ની રીતિ બદલવી છે,
મરણ બાદ પણ મળી શકું તેવી નીતિ બદલવી છે.
#ગતિ