Gujarati Quote in Blog by Rima

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આઇશા ના વિચારો ને જાણે આજે ચિલ ઝડપ મળી ગઈ. કેટલાંય સપના જોયા હતા આ જીવન ની સફર માં, આજે એના સપનાઓને આશાની ઉડાન મળી ગઈ. આઇશા નાની હતી ત્યારથી જ લખવાનો શોખ પણ ક્યારેય કોઈ ને પોતાના વિચારો જણાવતી નહીં. કાગળ ના પન્નાઓમાં પોતાના વિચારો કલમ ની ધાર થી સીંચતી રહી. આજે જ્યારે લગ્ન પછી આરવે એના આ હુનરને દુનિયાની સમક્ષ મુકવાની વાત કહી તો બે ઘડી તો થંભી ગઈ પણ એ જ ગતિ અને ઝડપ સાથે પોતાનાં સપનાઓને સાકાર કરવામાં લાગી ગઈ.

સાચો જ્યારે સાથ મળી જાય
સપના ક્યાંથી કોઈના અધૂરા રહી જાય
દરેક આઇશા માટે ક્યાંક કોઈ આરવ મળી જાય
પછી હર એક ના સપના પુરા થઈ જાય
ચિલ ઝડપે દોડતા આ વિચારોને
કલમની તાકાત મળી જાય
પછી ક્યાંથી કોઈના સપના અધૂરા રહી જાય

#ગતિ
#ઝડપ

Gujarati Blog by Rima : 111555996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now