એકલતા, એક એવું પંખી છે, જેને પાંખ હોવા છતાં પણ ઉડી શકતું નથી……
-Mehul Pethani
એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.
– કૈલાસ પંડિત
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલ ના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલ માં.
એ ના કહીને સહજ્ માં છટકી ગયા ‘મરીઝ’,
કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં.
-‘મરીઝ’