"કોતરણી વિચારોની"
-@nugami.
ખાટલા માં સૂતી સૂતી કણસતી હતી રમા.
વેદાંત," ચા પીશ મારી સાથે?"
હોસ્પિટલના ખાટલા પર સૂતી રમા ને પૂછ્યું.
રમા,"હા"
વેદાંત,"લે,આ કપ પકડ."
રમા ને વેદાંત ચા પીવે છે.
વેદાંત,"તો હવે શું નક્કી કર્યું તે?"
રમા,"આશ્રમ માં રહી જઈશ. ઘરે તો કોઈ છે જ નહિ, કોના માટે રહીશ ત્યાં?"
વેદાંત,"ફાવશે?"
રમા,"જીવવું છે તો રહેવું પડશે."
વેદાંત,"માફ કરજે પણ હું તારા પરિવાર ને બચાવી ના શક્યો."
રમા,"એમાં તમારો વાંક નથી, નસીબ."
વેદાંત,"નસીબમાં માને છે?"
રમા,"હા."
વેદાંત,"કેમ?"
રમા,"માણસ પોતાનું ભાગ્ય લઈ ને જન્મે છે. "
વેદાંત,"hmm, તને અહી હોસ્પિટલ માં ૩ વર્ષ થઈ ગયા . કોમા માંથી બહાર આવતાં."
રમા કંઇ જ બોલી નહિ.
વેદાંત,"ઘરે આજે મૂકી જાઉં?"
રમા,"કેમ?"
વેદાંત,"બસ મન થયું.તારી ત્રણ વર્ષથી ડોક્ટર તરીકે સંભાળ રાખું છું તો થોડી લાગણી બંધાઈ ગઈ છે."
રમા,"આભાર આપનો.હું જતી રહીશ."
વેદાંત,"આભાર વ્યક્તિ નો થાય, પણ લાગણીઓ નો નહિ."
રમા નિ:શબ્દ થઈ ને ખાટલા પર થી ઉતરી. પોતાની જાતને સમેટી ને ચાલતી થઈ.
વેદાંત,"કેટલી ઉતાવળ છે તને જવાની."
રમા,"હા ઉતાવળ છે મારે મારા પતિ ,દીકરી પાસે જવાની."
વેદાંત ને કંઇ સમજ પડે એ પહેલાં જ રમાએ બાલ્કની માંથી નીચે કૂદકો મારી લીધો.
વેદાંતના મોં માંથી બૂમ પડાઈ ગઈ "રમા....."
એક જ પળ માં બધું જ બદલાઈ ગયું.
વેદાંત ની જીવવા જીવાડવાની આશા, રમા ને કોરી ખાતો એકલતા નો ડર બધું જ સમેટાઈ ગયું એક જ પળમાં......