વાણી : આપણને મળેલી અદભૂત ભેટ આ વાણી જ છે,જે આપણને આખા સંસારમાં બધા અન્ય થી ભિન્ન બનાવે છે, સંસારમાં બધા થી ઉપર લઈ જાય છે.આ વાણીના કારણે આપણે એકબીજાની સાથે વાતચીત કરી શકીએ છે આપણે આપણા મનની ભાવના કોઈ સામે વ્યક્ત કરી શકીએ છે અને આ વાણી જ આપણી સૌથી મોટી ઢાલ છે, જો કોઇની વાણી મીઠી હોય છે તો બધા એને પ્રેમ કરે છે તેને પોતાના મિત્ર બનાવે છે અને જો કોઇની વાણી કડવી હોય તો લોકો તેને ધ્રુણા કરે છે અને શત્રુ માનવા લાગે છે આ વાણી જ છે , આપણને બોલવાનું શીખતા કેટલો વખત લાગે છે? કોઈ બાળક દોઢ વર્ષે શીખે છે કોઈ બે વર્ષે કોઈ ત્રણ વર્ષે! બોલતા તો શીખે એ જ છે પણ શું બોલવું તે જીવનભર શીખી શકતો નથી એમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ખૂબ જરૂર છે સમજીને બોલવું ખૂબ જ જરૂરી છે વાણીને શુદ્ધ રાખીએ વાણીને મીઠી રાખીએ...