Gujarati Quote in Story by HETAL a Chauhan

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બોજો
એક બાજુ ગેસ પર ચોખા ચડવા મૂક્યા હતા. અને એક બાજુ મન ખાટું થઈ પડ્યું હતું. જીવને કંઈ ચેન પડતો નહતો. 'ક્યાં જાઉં? ','શું કરું? ','કોને કહું? ' બસ સતત મગજમાં ઘૂમરાતું રહેતું હતું. એક એવી ભૂલ જે સતત મન પર બોજો બનીને સોંયની માફક ખૂંચ્યા કરતી હતી.
તીરની જેમ સનનનનન કરતાં તે શબ્દો નીકળી ગયાં હતાં તે સમયે. આજે એ જ શબ્દનો બોજો મન પર ભારે થવા લાગ્યો હતો. ફળફળતા ચોખાની સૂગંધમાં આજે એ વાત મનમાં ગંધાતી જતી હતી. અને તેથી જ તેને શોધવાની અને તેના સુધી પહોંચીને આ બોજો ઉતારવાની જીદ મેં મારી જાત સાથે કરી છે.
પ્રકાશનો ફોન આવ્યો હતો,"અમે બંને પાંચ તારીખે લગ્ન કરીએ છીએ. તું આવી જ જે."
જવાબમાં ખૂબ તોછડાઈથી કહ્યું હતું મેં; "સમય મળશે તો આવીશ. " અને ફોન કટ કરી દીધો હતો.તેની સાથે રેખાનો નંબર અને સ્મૃતિઓને ડીલીટ કરી નાખી હતી. પણ મને શું ખબર કે હજૂયે રેખા તો હ્રદયના સીમકાર્ડમાં સંગ્રહાયેલી છે. એ તો માત્ર ફોનમાંથી ડીલીટ થઈ છે,હ્રદયમાંથી નહીં. બસ,તેને મળીને ,મળવાનો બોજો ઉતારવો છે.
મદદ કરશો???
-- હેતલ ગોહિલ ચૌહાણ

Gujarati Story by HETAL a Chauhan : 111555247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now