સમય વીત્યો તેની યાદમાં,
કહ્યું હતું હું આવું થીડી વારમાં,
એવો દિલાસો આપ્યો મને પ્રેમમાં,
હું રાહ જોતો રહ્યો તેની રાહમાં,
મળીશું એક વાર તેની ચાહમાં,
એવો દિલાસો રહ્યો મુલાકાતમાં,
આવી એતો મળવા રમણીય જગ્યામાં,
વિતાવ્યો સમય તેના પ્રેમના પાલવમાં,
એવો દિલાસો આપ્યો રહીશ જિંદગીમાં,
મુલાકાત પાછી મુલાકાત થઈ પ્રેમમાં,
મળતા રહ્યા અમે હર એક ક્ષણમાં,
એવો દિલાસો આપ્યો આવું જ હશે રાહમાં,
દરેક સમય વિતાવવો છે તેના સંગાથમાં,
બનાવવી છે તેને મારી સંગિની જીવનમાં,
દિલાસો આપ્યો તારી જ છું તારી લાઇફમાં,
જીત ગજ્જર