મારા નામની પાછળ તારું નામ લખું,
તારું અસ્તિત્વ મારી સાથે ઝંખું.
નથી તું નજીક છતાં તને હું સામે કલ્પું,
તારી યાદોના બોજા નીચે આપણી સ્મૃતિઓ ને સ્મરુ.
દિલના છે હાલ બેહાલ ;હાલક ડોલક છે દિમાગ,
તું ચોક્કસ મળીશ એવી હું અટકળ તો લખું.
આંસુઓનું પૂર ધસમસતું આવ્યું નીમિકાની આખોમાં,
રખેને આંખોને તારી હથેળીનો સ્પર્શ હું પામું.
આપણી પ્રેમની પળો, મિલનની યાદોને હું લખું,
આપણા સોનેરી ભવિષ્યના સપનાને તો ચીતરું.
શું લખું, શું ના લખું , કે માત્ર કોરો કાગળ રાખું?
કદાચ તું સમજે મારી વ્યથા એટલો તો ભરોસો રાખું.
તને પણ ચોક્કસ અનુભવાતું હશે આવું ખેંચાણ,
ચાલ આપણા મિલનની કલ્પનાને હકીકતમાં ફેરવું.
નીમિકા.
#બોજો