" સાચી ટેક્નિક થી બેટિંગ કર.. મારો ધોની બનવાનો તું તો.", " રોજર ફેડરર ના વીડિયો જો અને ટેનિસ માં વધારે સારો બનવાનો પ્રયત્ન કર... આ શું કાર્ટુન જોયા કરે છે" , "સ્વિમિંગ માં બીજો ફેલ્પ્સ તો તું જ બનવો જોઈએ" .. આ બધી મહેનત તારા માટે જ તો છે..- આ છે પપ્પા ના સંવાદો.
" અરે... આ તો મારો મિસાઈલ મેન બીજો અબદુલ કલામ બનશે", " રામાનુજન પછી બીજું નામ લોન્ડન માં મારા દીકરા નું જ લેવાશે" .. આ રહ્યા મમ્મી ના સંવાદો...
એ તો જઈને દાદા ના ખોળા માં વાર્તા સાંભળવા બેસી ગયો.. વાત વાત માં દાદા કહે કે જે તારા મન ને ગમે તે કર.. કોઈ ના થી સારું નહીં પણ તારું શ્રેષ્ઠ કર... બીજો કોઈ નહીં , પહેલો તું બન..
બસ આટલું સમજવા વાળું જ કોઈ જોઈતું હતું..
બધા ની બધી મહત્વાકાંક્ષા નો #બોજો હટાવી બાગ માં બેસીને પોતાના કાલ્પનિક પાત્રો ની વાર્તા લખવા બેસી ગયો...
#બોજો