Gujarati Quote in Story by CA Aanal Goswami Varma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૨૧ વર્ષ ના લગ્ન જીવન માં પેહલી વાર નેહા સામે પડી . મોહન ને નવાઈ લાગી !આટલા વર્ષો ઊર્મિ ના ભણતર થી માંડી ને એને કેવા કપડાં પેહરવા કે ક્યાં જવું એવા બધા નાના મોટા નિર્ણયો ફક્ત એ પોતે જ લેતો હતો ! અને નેહા ને પૂછવાની પણ કોઈ ને દરકાર નોહતી ! ગરીબ ઘર ની દીકરી એટલે લાચાર અને વળી માં બાપ વગર ની એટલે એનું અપમાન કરવું એ મારો હક છે એવું માનતો મોહન આજે સડક થઇ ગયો !
પણ આજે નેહા પણ ચૂપ કેમ રહે એની ઊર્મિ ની જિંદગી નો સવાલ હતો ! જીગર સાથે પ્રેમ હોવા છતાં ,એ લાયક હોવા છતાં મોહન એની સાથે ઊર્મિ ના લગ્ન કરવા તૈયાર નોહ્તો ! જીગર નો વાંક એટલોજ કે એ પણ માં બાપ વગર નો ગરીબ છોકરો હતો ! પણ નેહા એ આજે ગરીબી સામે ,પોતાની પુત્રી ની ખુશી ઓ માટે , પોતાના ખોયેલા સમ્માન માટે અને આટલા વર્ષો ના દુઃખ એ બધા સામે એક સાથે આક્રમણ કર્યું ! અને , હવે નેહા ઊર્મિ અને જીગર ની સાથે મોઝ થી રહે છે , આત્મા સન્માન સાથે !

#આક્રમણ

Gujarati Story by CA Aanal Goswami Varma : 111554731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now