અણસમજુ પરિવાર - હાસ્ય કાવ્ય
મળતાં તો મળી જ ગઈ છે મને જીવન જીવવાની ધરમાંથી છૂટ..
પણ મારા દાદા પૂછતા હતા કે પ્રેમ કરવાની છૂટ કોણે આપી ?
મે પણ કાઠી છાતી કરીને દિલ ની વાત એમની સામે તો રાખી જ દીધી.
તમે મને જિંદગી જીવવાની છૂટ આપી છે તો પ્રેમ કરવાની પણ આપો.
મારા દાદા કઈ બોલે એની પહેલા જ મારા પિતા એ મારા ગાલ પર બે ઘસી દીધી !
નાલાયક ! હજુ સુધી અમે ક્યારેય દાદા પાસે કોઈ વધારેની છૂટ નથી માગી અને તું પ્રેમ કરવાની છૂટ માગે નાશરમ.
મે પણ પપ્પા ને કહી દીધું પપ્પા જીવન જીવવાની છૂટ એટલે બધું આવી ગયું એમાં
ત્યારે મારી મમ્મી ઉભી થઇ ને મને મારા ગાલ ઉપર બે જડી દીધી નાલાયક થોડી તો શરમ કર
અરે મમ્મી પ્રેમ કરવામાં શું ખોટું છે ? મોટી બેન હવે તું જ સમજાવ આમને
ભાઈ પ્રેમ કરવામાં કઈ ખોટું નથી પણ આમ બધા ની સામે બકબક કરવી ઠીક નથી.
ત્યારે દાદી ઊભા થયા ! એ છોડી તને અમે આવા જ સંસ્કાર આપ્યા છે ?
ત્યારે ખબર પડી ગઈ મને મારા પરિવાર માં મારા પ્રેમ ની કોઈ જગ્યા નથી.
થોડી વાર પછી મારા દાદા બોલ્યા ! બોલ બેટા અંકિત એ કોણ છે ? ત્યાં માગું લઈને જઈએ.
મારા ચહેરા પર ખુશી સાફ છલકાતી હતી , દાદા એ ગામ ના મુખી ની દીકરી.
ત્યારે દાદા પણ થોડા ગભરાયા ! બેટા તને પ્રેમ કરવા માટે સિહ ની દીકરી જ મળી
ત્યારે મેં પણ હિંમત કરી થોડું હસી ને કહી દીધું દાદા પ્રેમ કર્યો એમાં ડરવાનું શું ?
અંકિત ચૌધરી અંત