મને ઘણી વાર સ્ત્રી ના જીવન પર કે પછી એને સહન કરવી પડતી મુશ્કેલીઓ પર લખવાનું મન થાય ...પણ લાગે છે આ સ્ત્રીની વ્યથા વાંચે પણ સ્ત્રીજ છે અને એક નિસાસો નાખી ને મન ને મારીને પછી એજ પરિસ્થિતિ માં આવી જાય છે..કારણકે જેમને આ પરિસ્થી નો ચિતાર મેળવ્યા વગર એમ લાગતું હોય કે એમાં સુ મોટું કરી લીધું ? આખો દિવસ સ્ત્રી તો રોદણાં જ રડે...બીજું કામ શું ? બસ આજ માન્યતા ને મારે ધરમૂળ થી બદલવી છે..મને પુરુષ વર્ગ પ્રત્યે કઈ અણગમો કે કૉપિટીશન નથી..એમના વગર તો જીવન કલ્પવું મુશ્કિલ છે...અહીં ફક્ત સંઘર્ષ છે સ્વીકૃતિ નો... બસ..........જેમ સ્ત્રી જેટલી સહજતા અને સરળતા થી પુરુષ ની પ્રકૃતિ અને આધિપત્ય નો સ્વીકાર કરે છે ,તેમ પુરુષ કેમ સ્ત્રી ને એની પ્રકૃતિ અને એના પોતાના અભિગમો સાથે સ્વીકાર ના કરે?